થાનગઢ મામલતદાર ટીમ દ્વારા વિજળીયા અને મનડાસર ગામે સીમ વિસ્તારમાં ચાલતા સફેદ માટીના ગેરકાયદેસર ખનન પર દરોડો કરવામાં આવ્યો હતો. મનડાસર ગામે માલિકીની જમીન પર સફેદ માટીના ખનન પર દરોડા દરમિયાન હિટાચી મશીન જ્યારે વીજળીયા ગામે સરકારી જમીન પર થતા સફેદ માટીના ખનન પર દરોડો કરી ટ્રેક્ટર તથા જનરેટર સહિત કુલ ૫૨ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ખનિજ માફીયાઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.