રાજકોટ: રાજકોટની નવયુગ શાળા દ્વારા યોજાયેલા પ્રવાસ દરમિયાન વિદ્યાર્થી હાર્દિક બારૈયાના શંકાસ્પદ અને અકાળે થયેલા અવસાનથી સમગ્ર શહેરમાં ગમગીની સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે મૃતક વિદ્યાર્થીના માતા-પિતાએ મીડિયા સમક્ષ પોતાનું હૈયાફાટ રુદન ઠાલવતા શાળા પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.