પુણા: નવી સિવિલ ખાતે બ્રેઇન્ડેડ 39 વર્ષીય ઓડિસાવાસી યુવકની કિડની અને લીવરનું દાન,જરૂરિયાતમંદો મળશે નવજીવન
Puna, Surat | Nov 23, 2025 નવી સિવિલ હોસ્પિટલ ખાતે રવિવારના રોજ વધુ એક અંગદાનની ઘટના સામે આવી છે.મૂળ ઓડિશાના વતની 39 વર્ષીય પંચુભાઈ કબીરાજ પ્રધાનના લીવર અને કીડની નું દાન સ્વીકારવામાં આવ્યું છે.ઓડિશા રહેતા પરિવારના 48 કલાક કાઉન્સેલિંગ કર્યા બાદ સંમતિ મળતા સફળ અંગદાનથી 6 વ્યક્તિને નવજીવન આપવામાં આવશે.છેલ્લા 12 કલાકમાં અંગદાન ની બીજી ઘટના સામે આવી છે.દર્દીના પત્ની ની મંજૂરી લેવા ઓડિશા થી IEC SOTTO ના પ્રતિનિધિઓએ સહયોગ કર્યો હતો.