ગોડાદરા ખાતે આવેલી રાજ ટેક્ષટાઈલ માર્કેટમાં લાગેલી આગ બાદ માર્કેટને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને હાલ માર્કેટ સદંતર બંધ કરી દેવાઈ છે. હવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ, ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્ટરનો રીપોર્ટ અને ફાયર સેફ્ટી રી-ઈન્સ્ટોલેશનનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ માર્કેટ ફરી શરૂ થશે.