રાપર તાલુકાના પ્રાથળ વિસ્તારના મુખ્ય મથક બાલાસર ખાતે ગ્રામ્ય કક્ષાનો 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાપર તાલુકાના મામલતદાર એચ.બી. વાઘેલા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.કુલ ૧૮ ગામો અને વાંઢ વિસ્તારના લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.