અરવલ્લી જીલ્લાની નામાંકિત સહકારી વેપારી બેંક સાઠંબા પીપલ્સ કો ઓ સહકારી બેંકમાં ઇન્ચાર્જ મેનેજર દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાનના સમયમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન કરી 3 કરોડ રૂપિયા ઉપરાંતનું ફૂલેકું ફેરવાયાનું શનિવારે સવારે સાઠંબાના બજારોમાં વાત ફેલાતાં ચકચાર મચી જવા પામી હતી. સાઠંબા પીપલ્સ બેંકના ચુંટાયેલા હોદ્દેદારોને જ્યારે ઇન્ચાર્જ મેનેજરે નાણાંકીય ગફલું આચર્યાની જાણ થતાં હોદ્દેદારો હાંફળા ફાંફળા થઈ ગયા હતા. બેંકના સભાસદોમાં અને ખાતેદારોમાં આ વાત વા