મહુવા તાલુકામાં આવેલ ૬૬ કેવી બામણિયા અને ૬૬ કેવી ભીમપોર સબસ્ટેશનમાંથી નીકળતા ખેતીવાડી ફીડરોમાં અગાઉ બે શિફ્ટ મુજબ પુરવઠો આપવામાં આવતો હતો. જેટેકો દ્વારા લાઈનના મજબૂતીકરણ માટે અંદાજે રૂપિયા ૨૫ લાખના ખર્ચે જરૂરી કામગીરી પૂર્ણ થતા, મહુવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે કુલ ૧૧ એ.જી. (ખેતીવાડી) ફીડરોને દિવસ દરમ્યાન વીજ પુરવઠા માટે વિધિવત રીતે કાર્યરત કરવામાં આવ્યા છે.