જામનગર શહેર: જામનગરના જામસાહેબશ્રીએ IPL-25 વિજેતા RCBની ટિમ, વિરાટ કોહલી તેમજ વાયુસેનાને અભિનંદન પાઠવતો પત્ર જાહેર કર્યો
આર.સી.બેંગાલુરુએ બે કેચ પાડ્યા છતાં વિજયતા મેળવવાના ખૂબ ખૂબ અભિનંદન, અને વિરાટ કોહલીને તેમના આઇ.પી.એલ. કેરિયરના ખૂબજ યોગ્ય સમાપન માટે ખાસ ‘શાબાશી’, જેનાથી હું ખૂબજ ખુશ થયો, કારણ કે દેશની અડધાથી વધુ ક્રિકેટપ્રેમી વસ્તી ખૂબજ ખુશ હશે. જોકે, મારા માટે સાંજનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેના દ્વારા પ્રદર્શિત કરાયેલ આશ્ચર્યજનક અને અદ્દભુત ફ્લાયપાસ્ટ હતું જે સંપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું.