ડેડીયાપાડા: આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત રીતે આમંત્રણ આપવા તાલુકામાં પ્રભાતફેરીનું આયોજન કર્યું, પ્રભાતફેરીમાં ભરૂચ સાંસદ જોડાયા
દેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત રીતે આમંત્રણ આપવા તાલુકામાં પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. આ પ્રભાતફેરીમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી વિક્રમ કરી પ્રભાતફેરી દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદી છે તો મુમકીન છે જેવાનારા ગૂંજ્યા હતા.