વાંસદા: નવસારી વલસાડ ઉત્તર વન વિભાગમાં મોટી કાર્યવાહી, ખેર તસ્કરીકાંડમાં વાંસદા પૂર્વ રેન્જ RFO J.D. રાઠોડ સસ્પેન્ડ
Bansda, Navsari | Nov 29, 2025 નવસારી ખાતે આવેલા વલસાડ ઉત્તર વન વિભાગમાં ખેરના લાકડાની ચાલતી આંતરરાજ્ય તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ચીખલી રેંજની મહિલા RFO હેતલ પટેલના સસ્પેન્શન પછી, ગાંધીનગરથી આવેલી તપાસ ટીમે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક છનબીન કરીને વાંસદા પૂર્વ રેંજના RFO J.D. રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. શનિવારે સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ચીખલી અને વાંસદા વિસ્તારમાંથી ખેરના લાકડાની ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રમાં મોટી માત્રામાં તસ્કરીના પુરાવા.