ગોધરા તાલુકાના ચંચોપા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 3 વર્ષના માસૂમ બાળકનું પાણી ભરેલી કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ચંચોપા ગામમાં રહેતા નરેશભાઈનો 3 વર્ષનો પુત્ર જીયાન પોતાના ઘરની નજીક રમી રહ્યો હતો. રમતા-રમતા જીયાન અચાનક ઘર પાસે આવેલી પાણી ભરેલી કુંડીમાં કોઈ કારણોસર પડી ગયો હતો. પરિવારનું ધ્યાન જતાં તેને તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખ