ગોધરા: ગોધરા શહેરના સીતાસાગર ફરતેના વોકવેની સફાઈ પાલિકા પ્રમુખની સૂચનાથી કરવામાં આવી હતી
ગોધરા શહેરના સીતાસાગર વોકવેની ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકા પ્રમુખે નિરીક્ષણ કરાવ્યું. વોકવેની આસપાસ ઝાંખરા, કંટાળી વનસ્પતિ અને ગંદકી ફેલાઈ જવાથી નાગરિકોએ વોકિંગ માટે આવવાનું બંધ કરી દીધું હતું. આ પરિસ્થિતિ સુધારવા માટે પ્રમુખે પવડી વિભાગને તાત્કાલિક સફાઈના આદેશ આપ્યા. જેના અનુસંધાને 18 નવેમ્બરથી વહેલી સવારથી જ કર્મચારીઓએ વોકવેની આસપાસની ઝાડી-ઝાખરાઓ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. ટૂંક સમયમાં નગરજનો અને સિનિયર સિટિઝનને ફરી સ્વચ્છ અને સુવ