મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની હાજરીમાં મોરબીના કેશવ બેંકવેટ હોલ, લીલાપર રોડ ખાતે જિલ્લા સ્તરીય મીની વાયબ્રન્ટ સમિટનો કાર્યક્રમ યોજાયો હતો . જેમાં રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમો દ્વારા નવા મૂડી રોકાણ કરવામાં આવશે જેના MoU પણ આ દરમિયાન થશે.