હાલોલના રામેશરા નજીક દેવડેમ તરફ જવાના માર્ગ ઉપર તા.21 જાન્યુઆરી બુધવારના રોજ એક વાહન ચાલકે રસ્તે જતા રાહદારીને અડફેટે લેતા તેનુ કરુણ મોત નીપજ્યુ હતુ મોરવા હડફના તાજપુરી ગામના વિનોદ ડામોર રામેશરા નજીક કન્ટ્રક્શનની સાઇટ ઉપર મજુરી કામ કરતો હતો.ગત મોડી સાંજે તે સાઇટ નજીક રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો તે સમયે એક વાહન ચાલકે તેને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું