વાવ: ચોથરનેસડા પ્રાથમિક શાળા માં ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું ..
ભારત પાકિસ્તાનની સરહદે આવેલી ચોથરનેસડા પ્રાથમિક શાળામાં આજ રોજ શાળાના આચાર્ય કરશનભાઇ રાજપુતના અમદાવાદ વસતા મિત્રો જિજ્ઞેશભાઈ ગોસાઈ (RTO), સુભાષસિંહ રાજપુત(બિલ્ડર્સ), દિલિપભાઈ પટેલ (પોલીસ) નિરવભાઇ સુથાર , દિવ્યાંશભાઇની અમદાવાદ ટીમ દ્વારા ચોથરનેસડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ગરમ સ્વેટર તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું . આ તબક્કે તમામ દાતાઓને ધરણીધર ભગવાનનો ફોટો અને શાલ ઓઢાડી ને શાળા સ્ટાફ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું.