પોશીના: તાલુકાના ટેબડા ગામે ઝડપાયેલા વિસ્ફોટકો રાજસ્થાન થી લવાયા, માછલીઓ મારવા આવતાં લોકોને વેચાણ આપતો હોવાની આરોપીની કબૂલાત
સોમવારે સાંજે 7 વાગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ તાલુકાના ટેબડા ગામેથી SOG એ રેડ દરમિયાન ગાંજાના વાવેતર સાથે આરોપીના ઘરમાંથી વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.ત્યારે આ વિસ્ફોટકો રાજસ્થાનના શખ્સ પાસેથી લવાયા હોવાનું અને માછલી મારવા આવતા લોકોને વેંચાણ આપતો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી.