મોરબી તાલુકાના ચકમપર થી ઝીકયાળી તથા ચકમપર થી રંગપર થી જીવાપર જતો આમ બંને રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્ય છે જેથી બંને રોડ તાત્કાલિક નવા બનાવવાની માંગ સાથે ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી માંગ કરી છે.