આણંદ શહેર: બામણવા ગામની આશા વર્કર બહેનો ને ધર્મ પરિવર્તન કરવા પ્રોત્સાહિત કરતા વિવાદ,આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક બદલી
જીલ્લાના બામણવા ગામે ફરજ બજાવતા આશા વર્કર બહોનોને ધર્માંતરણ કરવા સેન્ટર ના જ એફ.ઓ.નમ્રતા મેકવાન દ્વારા વિવિધ સ્થળે મિટિંગ ના બહાને બોલાવી પ્રયાસ કરવામાં આવતાં જો ના જોડાય તો મહેનતાણું રોકવાની કોશિશ કરતાં વિવાદ વકરતાં આશા વર્કર બહેનો દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પૂર્વી નાયક દ્વારા આશા વર્કર બહેનો ની રજૂઆત સાંભળી અધટિત થઇ રહ્યા નું માલૂમ પડતાં એફ.ઓ.નમ્રતા મેકવાન ની તાત્કાલિક અસરથી ભાલેજ ખાતે બદલી કરવામાં આવી