બોરસદ નગરપાલિકામાં જન્મ મરણના દાખલા કઢાવવા માટે હવે લોકોને લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વખત આવ્યો છે નગરપાલિકા દ્વારા રોજ 50 જેટલા વ્યક્તિઓને ટોકન આપવામાં આવી રહ્યા છે જેને લઇને ગામડાના જરૂરિયાતમંદ લોકો સવારે 8:00 વાગ્યાથી જ નગરપાલિકામાં આવી લાઈનો લગાવી રહ્યા છે જેને લઇ જાહેર જનતામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે