હાલોલ: ખરેટી ગામમા કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો,નિષ્ણાતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પર માર્ગદર્શન આપ્યું
હાલોલ તાલુકાના ખરેટી ગામમા ખેડૂતોના કલ્યાણ અને જ્ઞાનવર્ધન અર્થે કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક અને ટકાઉ ખેતી તેમજ પશુપાલનની પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી તેઓને માર્ગદર્શન આપવાનો હતો.આ કિસાન ગોષ્ઠીમાં ડેરોલ કૃષિ સંશોધન કેન્દ્રના અગ્રણી વૈજ્ઞાનિકો ડૉ. જનકભાઈ પટેલ,ડૉ. ગિરીશભાઈ હડિયા અને ડૉ. આર.વી. હજારીએ વિશેષરૂપે હાજરી આપી હતી.