ધોળકા ખાતે તા. 13/12/2025, શનિવારે રાત્રે 9.30 વાગે અંજુમન બિલ્ડીંગમાં ધોળકા અંજુમને નવજવાન સંસ્થા દ્વારા અંજુમનના મેમ્બરોની મિટિંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં સંસ્થા દ્વારા આગામી તા. 21/12/2025, રવિવારે સઝવારે 10 વાગે મનસુરી કોમ્યુનિટી હોલ ધોળકામાં આયોજિત મુસ્લિમ સમૂહ લગ્નોત્સવના આયોજન અંગે ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી.