ગોધરા: ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયની સૂચના બાદ ગોધરા વિભાગની સંતરામપુર આણંદ રૂટની બસ પુનઃ શરૂ કરવામાં આવી છે.
સંતરામપુર–આણંદ રૂટની બે મહિનાથી બંધ રહેલી બસ સેવા મુખ્યમંત્રી કાર્યાલયની સૂચના બાદ ફરી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી અગ્રણી આશિષ બારીઆએ 17 નવેમ્બરે રજૂઆત કરી હતી, જેના આધારે 18 નવેમ્બરે સીએમઓએ ગોધરા એસ.ટી. વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આદેશ મળતાં જ સંતરામપુર ડેપોએ બસ સેવા પુનઃપ્રારંભ કરી. સેવાના શરૂ થતાં મુસાફરોમાં રાહત ફેલાઈ છે. ગોધરા ડિવિઝન કંટ્રોલરે જણાવ્યું કે વહીવ