ભરૂચ જીલ્લાનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાતા ઠંડી વધુ અનુભવાય હતી. આમ છેલ્લા ઘણા દિવસથી તાપમાનમાં વધ-ઘટ જોવા મળી રહ્યું છે. સાથે ધીરે ધીરે પવનની ગતિ માં પણ વધારો થઈ રહ્યો છે. આમ જિલ્લામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 29 થી 47 ટકા અને પવનની ગતિ વધીને 13 કિમી પ્રતિ કલાકની રહી હતી.