વડોદરા: બાર એસોસિયેશન ચૂંટણી, 30 ટકા મહિલા અનામત સાથે 19 ડિસેમ્બરે મતદાન
વડોદરા : બાર એસોસિયેશનની ચૂંટણી 19 ડિસેમ્બરના રોજ યોજાશે.આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટની ગાઇડ-લાઇનને અનુસરીને મહિલાઓ માટે 30 ટકા અનામત લાગુ કરવામાં આવ્યું છે.જેના માટે એસોસિયેશનની કુલ બેઠકોમાં 1 બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઘણા વકીલોએ પોતાના પદ માટે દાવેદારી નોંધાવી છે.ત્યારે પ્રમુખ,જનરલ સેક્રેટરી પદ સહિતના પદ માટે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.