ગોધરા તાલુકાના બખ્ખર ગામ નજીક કોતરમાં બાઈક પડતા એક યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. દેડકીયા ફળિયામાં રહેતા અશ્વિનભાઈ બારિયાની ફરિયાદ મુજબ 13 જાન્યુઆરીએ તેમના 22 વર્ષીય મોટાભાઈ દિલીપ બારીયા બાઈક લઈને ઘરે આવી રહ્યા હતા. ઓરવાડાથી વાઘજીપુર જતા માર્ગ પર બખ્ખર ગામ નજીક છાવડ પાખ પાસે કોતર નજીક બાઈક પરથી કાબુ ગુમાવતા તેઓ કોતરના પાણીમાં પડી ગયા હતા. ઇજાઓને કારણે દિલીપ બહાર આવી શક્યા ન હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ