ગોધરા તાલુકાના ઓરવાડા ગામે અજાણ્યા વાહનની અડફેટે એક વૃદ્ધનું મોત થયું છે. બેટરી ફળિયામાં રહેતા વખતસિંહ રાઠોડે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. 13 જાન્યુઆરીએ બપોરે તેમના 80 વર્ષીય મોટાભાઈ અંદરસિંહ બારીયા ઓરવાડા બસ સ્ટેશન પાસે નેશનલ હાઈવે પર ચાલતા હતા ત્યારે પુરઝડપે આવેલા અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં માથા અને પગે ગંભીર ઇજાઓ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થ