ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આગની ઘટના બની હતી. જે બનાવ અંગે જણાવ્યા અનુસાર કાળિયાબીડ વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાં અચાનક જ આગ લાગી હતી. આ આગની ઘટનામાં ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારે મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણી છાંટી હાથ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં નુકસાની કે કારણ જાણવા મળ્યું ન હતું અને સદ્નસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી