શહેરના ઇચ્છાપોરમાં છ વર્ષની બાળકી પર પાડોશી દ્વારા દુષ્કર્મ ગુજારવાનો મામલો, ધરપકડ બાદ આરોપીનો પોલીસે કાઢ્યો વરઘોડો
Majura, Surat | Jun 3, 2025 સુરતના ઇચ્છાપોર પોલીસ ની હદમાં હાલ જ થોડા દિવસ અગાઉ માસુમ છ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.પાડોશી દ્વારા ચોકલેટની લાલચ આપી પોતાના રૂમમાં લઈ જઇ આ દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું હતું.જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.માતા પિતા કામે ગયા હતા.બાળકી કાકાને ત્યાં હતી.કાકા કામેથી ઘરે નાઇટ કરી આવીને સુતા હતા.જેનો લાભ લઈ હેવાને એ કૃત્ય આચરતા તેની ધરપકડ કરવામાં આવી છે.જેનો વરઘોડો કાઢી યોગ્ય પાઠ ભણાવ્યો છે.