સુરત શહેરમાં ઠંડીની સાથે સાથે અચાનક બેભાન થઈને મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં પુણામાં કાકા સાથે રસ્તા પર ઊભેલો યુવક અને પુણામાં રિક્ષામાં બેસેલા યુવકનું ઢળી પડતા મોત નીપજ્યું હતું.મૂળ જૂનાગઢના વતની અને હાલ વરાછા વિસ્તારમાં આવેલ જગદીશનગરમાં પ્રવીણભાઈ ઝાલા સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ તેનો ૧૯ વર્ષીય પુત્ર પ્રીતમ પણ કામમાં મદદરૂપ થતો હતો. રવિવારે રાત્રે પ્રીતમ તેના કાકા સાથે બાઇક પર સારોલી ગયો હતો.