મહુવા: મૂડત ગામની સીમમાં ફોર વિલરે મોટર સાયકલ ને ટક્કર મારતા ગંભીર અકસ્માત.
Mahuva, Surat | Dec 15, 2025 પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ બારડોલી તાલુકાના તાજપોર બુજરંગ ગામે આહીરવાસ ફળિયામાં રહેતા કિશોરભાઈ પરાગભાઈ આહિર પોતાની મોટરસાયકલ (GJ-19-K-6840) લઈ પોતાના ભત્રીજા તીર્થ આહિર સાથે વાલોડ તાલુકાના મોરદેવી ગામે આવેલ પોતાના ખેતરે જવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન સાડા ત્રણ વાગ્યાના અરસામા મહુવા તાલુકાના મુડત ગામની સીમમાંથી પસાર થતી વેળાએ પુરપાટ ઝડપે આવતી કાર (GJ-05-JS-8385)ના ચાલકે પોતાના કબ્જાની કાર દ્વારા અકસ્માત સર્જ્યો હતો.