જામનગર શહેર: પંચરત્ન કોમ્પ્લેક્સમાં યસ મોબાઈલ નામના મોબાઇલના શોરૂમમાં ૯ લાખથી વધુ કિંમતના મોબાઈલ ચોરી થયા
મોબાઈલ શોરૂમ માં જ એકાઉન્ટ નું કામ સંભાળતો એકાઉન્ટન્ટ વેપારીની નજર ચૂકવી અલગ અલગ સમયે મોબાઇલ ફોન ચોરી કરી ગયો હોવાથી ફરિયાદ કરાઈ, શહેરના અંબર સિનેમા રોડ પર આવેલા મોબાઈલ ફોનના શોરૂમમાંથી મોબાઈલની ચોરી, કુલ રૂપિયા ૯ લાખ ૧૦ હજારની કિંમતના ૧૫ નંગ મોબાઈલ ચોરી થયાની પોલીસ ફરીયાદ, રાજેશ ખોડુ ગોહિલના શોરૂમમાંથી ગત તા ૫.૦૭.૨૦૨૫ થી તા ૧૭.૧૧.૨૦૨૫ ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે રૂપિયા નવ લાખ દસ હજારની કિંમતના ૧૫ નંગ મોબાઈલ ફોન ચોરી થયા