વડોદરા : શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. કમલાનગર તળાવ નજીક જાગતા હનુમાન ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલી રહી છે,તેવામાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. જેને મરામતની પણ તસ્દી લેવામાં નહીં આવતા દરરોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.બીજી તરફ રોડ પર ગોકળગતીએ ચાલતી કામગીરીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.