ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં સમાધાન માટે માથાકૂટની ઘટના સર્જાઈ હતી. જે બનાવમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં યુવાનનું મોત થતા પોલીસે હત્યાંનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જે ઘટના અંગે પોલીસે એક સગીર અને અન્ય ત્રણને ઝડપી લીધા હતા. ત્યારે પોલીસે ત્રણ શખ્સોને ઘટના સ્થળે લઇ જઈ રીકન્ટ્રક્શન કરાયું હતું.