જૂનાગઢ: મહાશિવરાત્રીના મેળાના આયોજનને લઈ વહીવટી તંત્ર એક્શનમાં, અધિકારીઓએ કર્યું રૂટ નિરીક્ષણ, દબાણ હટાવવા સૂચના
ભવનાથમાં યોજાનારા આગામી મહાશિવરાત્રિના મેળાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. મેળામાં આવતા લાખો ભક્તોને પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે SDM, DYSP અને મનપાની ટીમે રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ મજેવડી ગેટથી ગિરનાર દરવાજા સુધી દબાણકારોને કડક સૂચના અપાઈ છે અને ધારાગઢ દરવાજા પાસે નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે.