વેસ્મા ગામે રોડ મટીરીયલ ભરેલી એક ટ્રકે વીજળીનું ટ્રાન્સફોર્મર અને પોલ તોડી પાડ્યા હતા. આ ઘટનાને કારણે આખા ગામનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ ઘટના નેશનલ હાઇવેથી ટેકરા ફળિયા તરફ ચાલી રહેલા રોડના કામ દરમિયાન બની હતી. રોડ મટીરીયલ લઈને જઈ રહેલી GJ 21 Z 7664 નંબરની એક ભારે ટ્રકે આ દુર્ઘટના સર્જી હતી.