વડાલી: શહેર પાસેના વિવાઈ પાટિયા નજીક બાઈક ચાલકને અકસ્માત નડ્યો , બાઈક ઉપર સવાર બંને વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા.
સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગઈકાલે રાત્રે 9 વાગ્યા આસપાસ ખેડબ્રહ્મા તરફથી આવી રહેલા બાઈક ચાલકે વિવાઈ પાટિયા પાસે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બાઈક રોડ કિનારે આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.ઘટનાની જાણ થતા જ વડાલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. આ મામલે વડાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.