રાજકોટ પૂર્વ: ભાજપના સાંસદે કેન્દ્રીય મંત્રીને કહ્યું - મીડિયાવાળા કહે છે કે રામભાઈનું કાંઇ ઉપજતું નથી, હરિદ્વારની ટ્રેન આપો
ગુજરાતમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તો ધામધૂમથી થતા હોવા છતાં, સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ અને આસપાસના લાખો લોકોના મૂળભૂત પ્રશ્નો હજુ અણઉકેલ છે. આ સ્થિતિમાં રાજકોટ રેલવે સ્ટેશન પર પોરબંદરની લોકલ ટ્રેન શરૂ કરવાના એક કાર્યક્રમમાં ખુદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય મંત્રીને ઉદ્દેશીને કરેલી જાહેરમાં ટકોર ચર્ચાનું કેન્દ્ર બની છે.