ગારિયાધાર વાઘાણી શેરીમાં ટ્રક ડમ્પરની અડફેટે ટૂ-વ્હીલર કચડાઈ, જાનહાની ટળી ગારિયાધાર શહેરના વાઘાણી શેરી વિસ્તારમાં આજે એક અકસ્માત સર્જાયો હતો. રસ્તાની સાઈડમાં ઉભેલી એક ટૂ-વ્હીલરને એક ટ્રક ડમ્પરે અડફેટે લઈને કચડી નાંખી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રક ડમ્પર પસાર થતી વખતે ડ્રાઈવરનું નિયંત્રણ ગુમાવતા રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટૂ-વ્હીલર પર ચઢી ગયો હતો, જેના કારણે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થત