વંથળી: ખોખરડા ફાટક સ્થિત સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી.ના ચેરમેને પશુદાણ ની પ્રત્યેક બેગદીઠ ₹125ની સબસીડીની કરી જાહેરાત
સાવજ જુનાગઢ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.પશુદાણ ની પ્રત્યેક બેગદીઠ ₹125ની સબસીડી આપવાની જાહેરાત કરી છે.આગામી 12 ડિસેમ્બર સુધી લાભ લેવા અનુરોધ કરાયો છે.ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા દ્વારા તમામ પશુપાલકોને લાભ લેવા અનુરોધ કરવાંમાં આવ્યો છે.