મહુવા: રૂ.૫૦ લાખના ખર્ચે નરડાથી આમચક તરફના રસ્તાની કામગીરી પ્રગતિ હેઠળ
Mahuva, Surat | Nov 24, 2025 પંચાયત માર્ગ અને મકાન વિભાગ-સુરત દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મહુવા તાલુકાના નરડાથી આમચક તરફના રસ્તાની કામગીરી પ્રગતિ હેઠળ છે. રૂ.૫૦ લાખના ખર્ચે તૈયાર થનારો આ રસ્તો નરડા અને આમચક ગામો વચ્ચેનું અંતર ઘટાડતો અગત્યનો રસ્તો છે. અગાઉ આ રસ્તો બનતા પહેલા નરડા ગામના લોકોને આમચક જવા માટે ૭.૫૦ કિ.મી. ફરીને જવું પડતું હતું. જે અંતર ઘટીને હવે માત્ર ૧.૦૦ કિ.મી. જેટલુ થશે. વધુમાં રસ્તો સારી સપાટીનો બનવાથી મુસાફરીનો સમય પણ બચશે.