માંડવી: કુડસડ ગ્રામ પંચાયત ના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
Mandvi, Surat | Nov 21, 2025 કુડસદ ગામ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ભવન ₹27 લાખના ખર્ચે તૈયાર થયું છે.તાલુકા પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલે રીબીન કાપીને આ ભવનને ખુલ્લું મૂક્યું હતું.આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ યોગેશ પટેલ, ઉપસરપંચ મહેબૂબ ડાભી, તાલુકા પંચાયતના સભ્ય અમિત પટેલ, તલાટી મંત્રી હસમુખ પટેલ સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.