ઓલપાડ: મોરથાન ખાતે કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું
Olpad, Surat | Nov 21, 2025 સર્વોદય જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓલપાડ તાલુકાના મોરથાણ ગામે ગરીબ અને જરૂરતમંદ લોકોના ઉત્કર્ષ માટે વસ્ત્ર દાન કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા એકત્રિત કરાયેલી 250થી વધુ કપડાંની જોડીઓનું મોરથાણ ગામના હળપતિવાસ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું.આ વસ્ત્ર દાન કાર્યક્રમમાં ટ્રસ્ટના પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ટ્રસ્ટના પ્રમુખ દર્શન નાયક, મંત્રી જયેન્દ્ર દેસાઈ, સહમંત્રી બાદલ પટેલ હાજર રહ્યા