આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ પોશીનામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા એચ.એચ.નાઈ કે જેઓ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. ત્યારે મામલતદારે અંતરિયાળ વિસ્તારના તમામ લોકોના વિવિધ પ્રશ્નો ને સાંભળી હકારાત્મક કામગીરી કરી હતી. ત્યારે ઉપસ્થિત સૌ કોઈ મહેમાનોએ મામલતદારને ફૂલહાર, શાલ સહિત મુમેન્ટો આપી વિદાય ની શુભેચ્છાઓ પાઠવી હતી.