ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલ નું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી હતી. પોલીસે યાત્રીઓને કોઈ જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા. વાર્ષિક ઇન્સ્પેક્શન ભાગરૂપે પરેડ નું આયોજન કરાયું હતું.