વડોદરા શહેરના SSG હોસ્પિટલની ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે.ન્યૂ સર્જિકલ વોર્ડના બીજા માળે પોપડા ખર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.C2 પુરુષ વિભાગમાં સ્લેબના પોપડા ખરી પડ્યા હતા.અચાનક પોપડા ખરી પડતા દર્દીઓના જીવ તાળવે ચોંટયા હતા. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈને કોઈ પ્રકારની ઈજા પહોંચી નહોતી. ઉલ્લેખનીય છે કે માત્ર 10 વર્ષ અગાઉ બનેલી ઈમારતની છતના પોપડા ખરતા અનેક સવાલ ઉઠવા પામી રહ્યા છે