મેંદરડા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમરે પોતાના કાર્યાલયમાં બેઠક યોજી વિસ્તારના આગેવાનો તથા નાગરિકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નાગરિકોએ રજૂ કરેલી વિવિધ રજૂઆતો તેમણે ધ્યાનપૂર્વક સાંભળી હતી. શ્રી હરેશભાઈ ઠુંમરે નાગરિકોના પ્રશ્નોનો સમયસર અને ત્વરિત રીતે યથાયોગ્ય નિવારણ થાય તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનો આપી યોગ્ય કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું.