કામરેજ: RFO સોનલ સોલંકી ફાયરિંગ કેસ,કામરેજ નજીક તાપી નદીમાં મોબાઈલની શોધખોળ હાથ ધરવામાં આવી
Kamrej, Surat | Nov 19, 2025 આરએફઓ સોનલ સોલંકી ઉપર ફાયરીંગનાં આરોપી પતિ નિકુંજ ગોસ્વામીને સાથે રાખીને પોલીસે તાપી નદીનાં પાણીમાં મોબાઈલની શોધખોળ હાથ ધરી : એસએમસી ફાયરબ્રીગેડની ટીમ નદીનાં પાણીમાં ઉતરી છતા મોબાઇલ નહીં મળી આવ્યાઃ ગતરોજ બપોરે ૩ વાગ્યા સુધી બંને આરોપીઓની રીમાંડ અવધી પૂર્ણ થતી હોય પોલીસ રીવોલ્વર સહિત મહત્ત્વનાં પૂરાવા રીકવર કરવામાં નિષ્ફળ : શુટરે ઇશ્વરપુરીને લઇને મહારાષ્ટ્ર તપાસમાં ગયેલી પોલીસ બાઇકનો કબ્જો લીધો હતો