ડીસા: જૂનાડીસામાં ભામાશાના બોર્ડ પર પાનની પિચકારી: ગ્રામજનોમાં રોષ, CCTV ફૂટેજ તપાસી કાર્યવાહીની માંગ....
ડીસાના જૂનાડીસા ગામમાં ભામાશા રજનીકાંત જીવરાજ મહેતાના નામ સાથે જોડાયેલા માર્ગદર્શક બોર્ડ પર કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા પાનની પિચકારીઓ મારવામાં આવી છે. આ ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને શરમની લાગણી ફેલાઈ છે. રજનીકાંત જીવરાજ મહેતા જૈન સમાજના અગ્રણી, ડી. જે. એન. મહેતા હાઈસ્કૂલના ટ્રસ્ટી અને ગામના વિકાસમાં અનેક યોગદાન આપનાર ભામાશા તરીકે ઓળખાય છે....