સુરત: શહેરના જાહેર પરિવહન સેવા સમાન સીટી બસમાં મુસાફરોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ડીંડોલી - ઉધના રોડ પર ચાલુ સીટી બસમાં મોબાઈલ લૂંટના ઈરાદે ચઢેલા ત્રણ શખ્સોએ એક જાગૃત યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.ડીંડોલી વિસ્તારમાં રહેતો હેમરાજ પાટિલ નામનો યુવક રોજની જેમ મનપાની સીટી બસમાં બેસીને પોતાની નોકરી પર જઈ રહ્યો હતો. આ દરમિયાન બસમાં ત્રણ અજાણ્યા ઈસમો ચઢ્યા હતા.