મહુધા તાલુકાના મહિસા ગામ ખાતે આવેલ શ્રી આત્મારામ મઢી માં શ્રી આત્મારામ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે પરંપરાગત હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક અનુષ્ઠાનનું માર્ગદર્શન આચાર્યશ્રી શ્રી ધર મહારાજ શ્રી તથા નિરંજનદાસ મહારાજ શ્રી દ્વારા આપવામાં આવ્યું હતું. યજ્ઞવિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને અગ્નિહોત્રના પવિત્ર સમારંભથી સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.